સુરતના પલસાણા તાલુકાના ચલથાણ ગામે નવા ખોદાયેલા તળાવમાં પાંચ બાળકો ન્હાવા પડ્યાં હતાં જેમાં 2 બાળકોના મોત થયા તો ઝઘડિયામાં નર્મદા નદીમાં ડૂબવાથી 1 યુવકનું મોત નિપજ્યું છે. મૃતક રાણીપુરા ગામનો દર્પણ પટેલ હોવાનું સામે આવ્યું છે તો ભાવનગરના કોળિયાકમાં ન્હાવા ગયેલા ત્રણ યુવાનો ડૂબ્યા જેમાંથી 2 લોકોના મોત થઇ ગયા છે. આ સાથે જ વાપી નજીક આવેલા ડુંગરા ગામ ખાતેથી પસાર થતી દમણગંગા નદીમાં પણ 5 યુવાનો ન્હાવા ગયા હતાં. જેમાં 2 યુવકો ડૂબી જતા ફાયરની ટીમની મદદ લેવાઇ હતી. જો કે મોડી રાત્રિ સુધી ડૂબી ગયેલા યુવકોની કોઇ ભાળ ન હોતી મળી. મહત્વનું છે કે દર વર્ષે તહેવારોના દિવસોમાં ડુંગરા દમણગંગા નદીમાં આ પ્રકારની ગંભીર ઘટનાઓ બનતી આવી છે આમ, છતાં તંત્ર દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી નથી કરાઇ રહી.
ઉલ્લેખનીય છે કે, હોળી ધૂળેટીના પાવન પર્વ પર નદીઓમાં ન્હાવાનું અનોખું મહાત્મય છે. ત્યારે આજે ગુજરાતમાં ઘટેલી દુર્ઘટનાઓમાં 7 લોકોના ડૂબી જવાથી મોત થયા છે. જેમાં 2 તો બાળકો અને 5 યુવકોના મોત નિપજ્યાં છે. પલસાણા તાલુકાના ચલથાણમાં તળાવમાં ન્હાવા પડેલા 5 બાળકોની ડૂબવાની ઘટના ઘટી છે તો હાડોડમાં પણ તણાયેલાં 3 યુવાનોમાંથી 2ની લાશ મળી છે. આમ, તહેવારોના સમયમાં મોતથી કકળાટ પેદા થયો છે. સુરતના પલસાણા તાલુકાના ચલથાણ ગામે નવા ખોદાયેલા તળાવમાં પાંચ બાળકો નાહવા પડ્યાં હતાં જેમાં બે બાળકોના મોત થયા છે. તળાવ ખોદનાર કોન્ટ્રાક્ટ અધૂરું કામ મૂકીને ભાગી છૂટ્યો હતો. તળાવમાં માટી ખોદકામ મામલે એક મહિનાથી સતત વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આ નવું ખોદાયેલા તળાવે બે બાળકોનો ભોગ લીધો છે. બીજી બાજુ મહીસાગર નદીમાં ન્હાવા પડેલા 3 યુવાનો તણાયા હતાં.