સુરતના પુણાગામ વિસ્તારમાં આજ રોજ પોલીસે 40 હજારની ડુપ્લિકેટ નોટો સાથે એક ઈસમની ધરપકડ કરી હતી. પોલીસે હાલ આ તમામ મુદ્દામાલ કબ્જે કરી લીધો છે.
મળતી માહિતી પ્રમાણે પુણાગામ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બસમાંથી એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી હતી. જેની પાસેથી 100 ના દરની 40 હજારની ડુપ્લિકેટ નોટો મળી આવી હતી. આરોપી ભરતભાઈ પુનાભાઈ વધાસિયા મુળ સાવરકુંડલાનો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ નોટો ઝેરોક્ષ મશીનમાં છાપવામાં આવી હતી. હાલ, પુણાગામ પોલીસે આ ઈસમની ધરપકડ કરીને આગળની પુછપરછ હાથ ધરી છે.