રાજ્યમાં સતત કોરોના વાયરસનો ફેલાવો ફરીથી વધી રહ્યો છે. જેને ધ્યાને લઇને ફરીથી વિવિધ પ્રતિબંધ લાગુ થઇ રહ્યાં છે. રાજ્યમાં સૌથા વધારે કેસ સુરતમાંથી આવી રહ્યા છે. ત્યારે સુરત મનપા દ્વારા કોરોનાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. આ બધા વચ્ચે સુરતની જીવાદોરી સમાન હીરા ઉદ્યોગને લઇને મહત્વના સમાચાર આવ્યા છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 1415 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ચાર લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે.આજે રાજ્યમાં 948 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,73,280 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.27 ટકા પર પહોંચ્યો છે. સુરતની દિવસે દિવસે હાલત ખરાબ બની રહી છે. આખીઆખી સોસાયટીઓ અને મહોલ્લાઓ કોરોના પોઝિટીવ આવી રહ્યાં છે. રાજ્યમાં મહાનગરો અને જિલ્લાઓમાં સુરત એ નંબર વન છે. આજે જાહેર થયેલા કેસોમાં સુરત મહાનગર પાલિકામાં 349 અને સુરત જિલ્લામાં 101 કેસો નોંધાયા છે. કુલ મળીને 450 કેસ સુરતમાં નોંધાયા છે. મહારાષ્ટ્રની અસર સુરતને થવા લાગી છે. સુરત એ રાજ્યમાં હોટસ્પોટ બનીને ઉભર્યું છે.કોરોના કેસ વધતા સુરતના હીરા ઉદ્યોગ ને હીરા બજારને બે દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરાવામાં આવ્યો છે. આ પહેલા સુરતના ટેક્સટાઇલ માર્કેટને બે દિવસ બંધ રાખવાની જાહેરાત કરાઇ છે. ત્યારબાદ હવે હીરા ઉદ્યોગ પણ બે દિવસ માટે બંધ રહેશે.
જેની જાહેરાત સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. સુરતમાં આગામી 21 અને 22 માર્ચ એટલે કે આગામી રવિવાર અને સોમવાર એમ કુલ બે દિવસ ડાયમંડ યુનિટો અને હીરા માર્કેટ બંધ રહેશે. સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા આ માટે પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં ડાયમંડ યુનિટો અને હીરામાર્કેટ બંધ રાખવાની માહિતી આપવામાં આવી છે. સુરતની હોટેલોમાં રોકાણ કરવા આવતા પ્રવાસીઓના RTPCR નેગેટિવ રિપોર્ટ ફરજીયાત કરાયો છે. સુરત સહિત દક્ષિણ ગુજરાત હોટેલ- રેસ્ટોરન્ટનો માસિક બિઝનેસ 100 કરોડનો છે. જેના પર તેની સીધી અસર પડવાની છે. લોકડાઉનમાંથી માંડ માંડ હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકોએ વેપાર સરભર કર્યો હતો.જે ફરી હવે મરણ પથારીએ જવાની ભીતિ એસોસિયેશન તરફથી વ્યક્ત કરવામાં આવી છે. આ અંગે સુરત મહાનગરપાલિકા કમિશનર અને મેયરને પણ રજૂઆત કરી હતી. જેમાં RTPCR નો નિયમ રદ કરવામાં આવે તેવી માંગ કરવામા આવી હતી. હોટેલ-રેસ્ટોરન્ટને રાતના અગિયાર વાગ્યા સુધી ચાલું રાખવા માંગ કરાઇ હતી. હોટેલ-રેસ્ટોરન્ટને રાતના અગિયાર વાગ્યા સુધી ચાલું રાખવા માંગ કરી છે.પણ શું તંત્ર માનશે તે સવાલ ચોક્કસપણે ઉઠે છે કેમકે આ કોરોના કેસ વધવા પાછળ ચૂંટણીઓની રેલીઓ સભાઓ જવાબદાર હોવાનું વેપારીઓ કહી રહ્યા છે અને તેનો ભોગ વેપાર ધંધાને જ ભોગવવું પડી રહ્યું છે. જેથી હવે વેપારીઓ લાલઘૂમ થયા છે. તો બીજી તરફ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ આજે સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાતા પાલિકાની કેન્ટીન બંધ કરાવી દીધી છે. ઉપરાંત આરોગ્ય વિભાગના રૂમ નં ૮ના બે કર્મચારીઓને સરખી રીતે માસ્ક નહીં પહેરવા બદલ બંન્ને ને રૂપિયા એક-એક હજારનો દંડ ફટકાર્યો.