ઉધના દરવાજા પાસે આવેલા એક મેડીકલ સ્ટોરમાં શુક્રવારે બપોરે આગ ફાટી નિકળી હતી જેમાં દુકાનમાં રાખેલો માલ અને ફર્નિચર આગમાં સ્વાહા થઇ ગયા હતા.ફાયરના માણસોને આગ કાબુમાં લેતા 40 મિનિટનો સમય લાગ્યો હતો.
ફાયર વિભાગ પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ ઉધના દરવાજા પાસે વૈકુંઠ મેડીકલ સ્ટોરમાં શુક્રવારે બપોરે 1.09 વાગ્યે આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. આગનું કારણ જાણવા મળ્યું નહોતું.આગમાં દુકાનનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો.
