સુરતમાં ખુલ્લેઆમ ફાયરીંગની આ લગભગ ત્રીજી ઘટના સામે આવી છે. જેમાં આજે સગરામપુરા વિસ્તારમાં વ્યાજનો ધંધો કરનાર મહેન્દ્ર ચોકસી પર ફાયરીંગ કરતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે સુરતના ગીચોગીચ ગણાતા એવા સગરામપુરા વિસ્તારમાં આજ રોજ ફાયરીંગની ઘટના સામે આવી હતી, જેમાં સોના-ચાંદીના ઘરેણાની જગ્યાએ વ્યાજ પર રૂપિયા આપનાર વ્યક્તિ મહેન્દ્ર ચોકસી પર પૈસાની લેવડ દેવડની વાતમાં ફાયરીંગ કરવામાં આવ્યું છે. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ વિશે તપાસ હથ ધરી છે.