સુરતઃ વિદેશી ધરતી ઉપર ગુજરાતીઓ ઉપર હુમલાઓ કે ફાયરિંગ થવાની ઘટના છાસવારે બનતી રહે છે ત્યારે વધુ એક ઘટના અમેરિકાના મેરીલેન્ડમાં બની હતી. મળૂ સુરતના સુરતના ભરથાણા નારહેવાસી 20 વર્ષથી અમેરિકામાં સ્થાઈ થયેલા દંપતી પર ફાયરિગની ઘટના સમયે આવી છે. જોકે, ફાયરિગ બાદ પત્નીનું મોત થયું છે જયારે પતિ હાલ સારવાર હેઠળ છે. આમ અમેરિકાના ગન કલ્ચરના કારણે વધુ એક ગુજરાતી પરિવાર ખંડિત થયું છે જ્યારે જગતજમાદારી કરતા અમેરિકાની તેના જ ગન કલ્ચર પર પકડ ન હોવાનું સાબિત થયું છે.
અમેરિકામાં હોટલ ઉધોગ સાથે જોડાયેલા અને મૂળ સુરતના ભરથાણાના કણબી પટેલ પરિવાર છેલ્લા 20 વર્ષથી અમેરિકાના મેરીલેન્ડમાં સ્થાઈ થયેલ છે અને અહીંયા મોટેલનો બિઝનેસ સાતેહ સંકળાયેલા છે જોકે પતિ દિલીપ અને પત્ની ઉષા શુક્રવારે પોતાની હોટલ પર હતા ત્યારે કેટલાક અજાણ્યા ઈસમો આવીને લૂંટના ઇરાદે દંપતી ફરી ફાયરિગ કરી દંપતીને ગંભીર ઇજા કરીને ભાગી છૂટ્યાં હતા
જોકે, તાતકાલિક દંપતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં પત્ની ઉષા બહેનનું કરુંણ મોટ થઇ ગયું હતું. જોકે, પતિ દિલીપ ભાઈ હાલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાની સુરત માં રહેતા તેમના પરિવારને જાણકારી મળતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આ પરિવારને હાલમાં સરકાર તરફથી કોઈ મદદ મળી હોવાની માહિતી મળી નથી.
પણ અમેરિકા રહેતા તેમાં સંબંધી દ્વારા જાણકારી મળી છે. જોકે છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં રહેતા ગુજરાતીઓ પર સતત હુમલા અને તેમના વેપારના સ્થળ પર લૂંટના ઇરાદે તેમના પર ફાયરિગ ની ઘટના બનતી આવી છે. ત્યારે આ વખતે સુરતનો પરિવાર લૂંટારૂઓનાં નિશાન પર હોવાને લઈને દંપતી ભોગ બનતા સમગ્ર વિસ્તરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
આ દંપતીને બે બાળકો છે જેમાંથી મોટો દીકરો પણ હોટલ ઉધોગ સાથે જોડાયેલા છે. સુરત ખાતે તેમના સંબંધી રહે છે પણ તેમનું સુરત ખાતેનું મકાન હાલમાં બંધ છે ત્યારે જોવાનું એ રહ્યુ કે આવા સતત બની રહેલા મામલાઓને ત્યાંની સરકાર કેવા પ્રકારના પગલાં ભરે છે.