હેલ્થ કેરના નામે લોકો લાકો રૂપિયાની છેતરપીંડી કરતા પકડાય છે. સુરતમાં પણ આવી એક ઘટના બનવા પામી છે, જેમાં સુરતના ફિનોમલ હેલ્થકેર દ્વારા 6.94 કરોડની છેંતરપીંડી હોવાનું જાણવામાં આવ્યું છે.
મળતી માહિતી પ્રમામે ફીનોમલ હેલ્થકેર દ્વારા 7 લાખ રૂપિયાની છેંતરપીંડી કરતા મહીધરપુરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાય છે. જેમાં પોલીસે કંપનીના એમ.ડી પ્રભાકર મિશ્રાને મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો છે અને હેલ્થકેર ઈનસ્યોરન્સના સાત કર્મચારીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધવામાં આવી છે. નોંધનીય છે કે તેણે સુરત સહિત વાપી અને અમદાવાદ સહિત અન્ય રાજ્યોમાં પણ છેંતરપીંડી કરી છે.