બેફામ ચાલતી ટ્રકો અને બસોનો ભોગ ઘણી વખત શહેરીજનોએ બનવું પડતું હોય છે. આવી જ એક ઘટના સુરતમાં બનવા પામી હતી. સુરતના વેસુ વિસતારમાં નવ નિર્મત કોમ્પ્લેક્ષમાં ટ્રકે જમીન પર રમતી બાળકીને કચડીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. મંગળવારે મોડી સાંજે આ ઘટના બન્યા બાદ તમામ મજૂર કામદારો ભેગા થઈ ગયા હતા. આ ટ્રક ડ્રાઈવરને હાલ પોલીસના હવાલે કરવામાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે બેફામ આનતા આ ટ્રકે રમતી બાળકીનું માથુ કચડી નાખતા તેનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. લોકોએ ડ્રાઈવરને ગાડીમાંથી ઉતારીને ઢોર માર માર્યો હતો. હાલ તે પોલીસ કસ્ટડીમાં છે.