સુરત : શહેરમાં બેફામ દોડતી ટ્રક લોકો માટે કાલમુખી સાબિત થઈ રહી છે.ત્યારે આવી જ કંઈક ઘટના સુરત ના ઉધના વિસ્તારમાં બનવા પામી છે.જ્યા શાળાએથી ઘરે પરત ફરતી એક કિશોરીને બેફામ દોડતા 407 ટેમ્પોના ચાલકે અડફેટે લઈ કરુંણ મોત નિપજાવ્યું છે.રાણા પરિવારની 11 વર્ષીય કિશોરીના મોતના પગલે તહેવારનો પ્રસંગ હાલ માતમમાં ફેરવાઈ ગયો છે..
સુરતના ઉધના વિસ્તારમાં લાલીમાં નગર ખાતે આવેલ જીવનદીપ શાળાના ધોરણ- 6 મા અભ્યાસ કરતી 11 વર્ષીય કોમલ સુરેશભાઈ રાણા નામની કિશોરી શાળાએથી છુટી પોતાના ઘરે પરત ફરી રહી હતી.ઉધના પુષ્પાનાગર સોસાયટીમાં રહેતી રાણા પરિવારની આ કિશોરી પોતાના ઘરે ફરી રહી હતી ,જે દરમ્યાન પુરપાટ ઝડપે દોડી આવેલા કાળમુખી 407 ટેમ્પોના ચાલકે કિશોરીને અડફેટે લીધી હતી.ઘટના બાદ કિશોરીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.જ્યારે અકસ્માતની ઘટના બાદ ટેમ્પોનો ચાલક ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.અકસ્માતના પગલે ભારે લોકટોલુ ભેગું થઈ ગયું હતું અને બનાવની જાણ ઉધના પોલીસને કરી હતી.