તાપી જિલ્લાની એક શરમજનક ઘટના સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ તાપી જિલ્લામાં એક કંપાઉન્ડરે પોતાની પ્રેમિકા સાથેની અંગતપળોનો મોબાઇલમાં વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. તાપી જિલ્લાનાં સોનગઢ તાલુકાનાં આંબલી ગામે રહેતા રોહિત સુરેશભાઈ ગામીત નામનાં યુવકને તેના જ ગામની યુવતી સાથે પ્રેમસંબંધ હતો. રોહિત ધ્વનિ સર્જિકલ હૉસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરે છે, જ્યારે યુવતી પીપલોદનાં એક મૉલમાં નોકરી કરે છે. રોહિતે યુવતીને લગ્નની લાલચ આપી હતી અને પ્રેમજાળમાં ફસાવી હતી.
રોહિતે મહિના પહેલા યુવતીને હૉસ્પિટલમાં બોલાવી અને એક રૂમમાં શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ અંગતપળોનો વિડીયો રોહિતે પોતાના મોબાઇલમાં શૂટ કર્યો હતો અને વારંવાર યુવતી સાથે હૉસ્પિટલમાં જ શારીરિક સંબંધ બાંધતો હતો. આ દરમિયાન યુવતીએ રોહિતને લગ્ન કરવાની વાત કરી હતી. લગ્નની વાત સાંભળીને ગુસ્સે થયેલા રોહિતે તેની પ્રેમિકાને ધમકાવી હતી અને વિડીયો બતાવી કહ્યું હતુ કે, “જો લગ્ન કરવાની વાત કરીશ તો આ વિડીયો ફેસબૂક અને વ્હોટ્સએપ પર વાયરલ કરી દઇશ.”