શહેરમાંથી સગીરવયની કિશોરીઓ ગુમ થવાની અલગ-અલગ સાત ઘટનાઓ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાઈ છે. લિંબાયતમાંથી બે કિશોરીઓ, પુણામાંથી એક કિશોરી, કતારગામમાંથી એક, ખટોદરામાંથી બે કિશોરી અને અમરોલી વિસ્તામાંથી એક કિશોરી ગુમ થઈ છે. આમ એક જ દિવસમાં શહેરના અલગ-અલગ વિસ્તારોની સાત કિશોરીઓનો કોઈ પત્તો નથી. જુદાજુદા પોલીસ સ્ટેશનોમાં આ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ સ્ટેશનોમાં હાલ તો અપહરણનો ગુનો નોંધીને ફરિયાદ દાખલ થઈ છે.
