Congress ના તાલાળાના ધારાસભ્ય Bhagwan Baradને ધારાસભ્ય પદેથી suspend કરવાને લઇને કોંગ્રેસે રાજ્યવ્યાપી આંદોલન શરૂ કર્યુ છે. ત્યારે સુરતમાં પણ કલેકટર કચેરી બહાર કોંગી કાર્યકરો એકત્ર થયા હતા. અને ભગવાન ભાઈ બારડને ન્યાય મળે તેવી માંગ કરી છે. કોંગ્રેસે આજ રોજ ભાજપ વિરોધી નારા લગાવીને પ્રદર્શન કર્યું હતું અને કલેક્ટરને આવેગન પત્ર આપ્યું છે.
નોંધનીય છે કે વર્ષ 1995ની 2.83 કરોડની ખનીજ ચોરીના કેસમાં કોર્ટે ભગાવાન બારડને બે વર્ષ અને 9 મહિનાની સજા ફટકારી છે જેને લઇને વિધાનસભા સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ ભગવાન બારડને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરવાની જાહેરાત બાદ કોંગ્રેસમાં રોષ જોવા મળી રહ્યો છે.
આગામી લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. તલાલાથી કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને વિધાનસભા સ્પીકરે સસ્પેન્ડ કર્યા છે. ભગવાનભાઈ બારડને ખનીજ ચોરી કેસમાં કોર્ટે બે વર્ષ નવ મહિનાની સજા ફટાકારી હતી. અને તેને લઈને આજે વિધાનસભા સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ ભગવાન બારડને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી. આ સાથે જ આ અંગે ચૂંટણી કમિશનર અને ગીર સોમનાથના કલેકટરને પણ જાણ કરવામાં આવી હતી. વર્ષ 1995માં સુત્રાપાડાની સરકારી ગોચરની જમીનમાંથી 2.83 કરોડની ખનીજચોરીનો તેમના પર આરોપ લાગ્યો હતો. અને આ કેસમાં સુત્રાપાડા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કોર્ટે ધારાસભ્યને સજા ફટકારતા રાજનીતિમાં ગરમાવો આવ્યો છે.