[slideshow_deploy id=’31636′]આંતરરાષ્ટ્રિય યુગાંડા દેશની 6 વર્લ્ડકપ રમી ચૂકેલ ક્રિકેટ ટીમના ખેલાડીઓ સાથે વલ્લભ આશ્રમના વિધાર્થીઓ નેટ-પ્રેકટીસ કરી હતી. શાળાના વિધાર્થીઓએ આનંદ વ્યક્ત કર્યો હતો વિદેશથી આવેલ યુગાંડાના 23 સભ્યો સાથે આવેલ ટીમે ચીખલીના સંજય ફાર્મના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ચાર-પાંચ દિવસ સુધી તેઓ ભારતમાં રોકાયા હતા.
તેમની સાથે વર્લ્ડકપના નામાકીંત યુગાંડાના ટીમના કોચ સ્ટીવ ટીકલો,મેનેજર જેક્સન ઓગવાન,કેપ્ટન રોજર મુકાશા,વાઇસ ,કેપ્ટન બ્રિયાન મામસા, મીડિયા મેનેજર ઈન્કોકેન્ટ નાડાઉલ્લા સાથે 23 ખેલાડીઓ એ મુલાકાત લીધી તેમજ પારડી વલ્લભ આશ્રમ ખાતે સંસ્થાના ટ્રસ્ટી દિનેશભાઇ સાકરીયા,સંજય ફાર્મના સ્વેતલ દેસાઈ શાળાના આચાર્ય આર,પી,મોર્યા, સેક્રટરી કુશ સાકરીયા અને વિધાર્થી ઓ સાથે ક્રિકેટ વિષે સમજ પુરી પાડી હતી.
વિધાર્થીઓ ટીમના ખેલાડીઓ જોડે સેલ્ફી લેવા પડાપડી કરતા જોવા મળ્યા હતા અને વિદેશના યુગાંડાથી આવેલ ક્રિકેટ ટીમના ખેલાડીઓ વલસાડ જિલ્લાની નામાકિંત વલ્લભ આશ્રમ હાઈસ્કૂલની મુલાકાત તેઓ ખુબજ આનંદ વ્યક્ત કર્યો હતો યુગાન્ડા ટીમના કોચ અને બાળકો સાથે ક્રિકેટ રમ્યા અને ક્રિકેટ વિશે પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું.