સુરતના ગોડાદરા વિસ્તારમાં કિન્નરો દ્વારા યુવાનને જાહેરમાં ઢોર માર મારવામાં આવ્યો હતો. છ થી સાત કિન્નરની ટોળકીએ યુવાનને જાહેરમાં કપડા ઉતારીને માર્યો હતો. તેને જોવા માટે લોકોની ભીડ જમા થઈ હતી.
મળતી માહિતી પ્રમાણે ગોડાદરાનો આ યુવાન કિન્નરો પાસેથી ઉછીના પૈસા લઈને ભાગી ગયો હતો. તેને શોધવા માટે કિન્નરોએ ભેગા થઈને આ યુવાનના મિત્રને જાહેરમાં પોતાના અને તેના બન્નેનાં કપડા ઉતારીને માર માર્યો હતો. અંગે યુવાને પોલીસ ફરીયાદ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.