સુરત : સુરતની ઉધના પોલીસે એક એવી મહિલા ગેંગને ઝડપી પાડી છે ,જે ષવરના શાકભાજી માર્કેટ અથવા ભીડવાડવાળી જગ્યાઓ પર મહિલાઓની નજર ચૂકવી સોનાની ચેન સેરવી લઈ ફરાર થઇ જતી હતી…..પોલીસ તપાસમાં આ મહિલા ગેંગ દ્વારા કુલ પાંચ જેટલા ગુનાઓને અંજામ આપ્યો હોવાની હકીકત બહાર આવી છે…..જ્યા રૂપિયા એક લાખથી વધુનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબ્જે લઈ તપાસ શરૂ કરવામાં આવી છે……
– શહેરમાં મહિલાઓના ગળામાંથી સોનાની ચેન
સેરવતી મહિલા ગેંગ પોલીસ ગિરફ્તમાં….
– શાકભાજી માર્કેટ અથવા ભીડવાડવાળી જગ્યાઓ
પર ગુનાને આપતી અંજામ…
– કટલરીની દુકાન પર મહિલાઓને બનાવતી નિશાન.
– ડીંડોલી,ખટોદરા સહિત સુરત બહાર ન ગુનાની
કબુલાત…
– 1 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે….
સુરતની ઉધના પોલીસના ઝાપટા વચ્ચે ઉભેલી આ પાંચે મહિલાઓ શહેરના અલગ અલગ ભીડવાડવાળી જગ્યાઓ પર જતી અને મહિલાઓની નજર ચૂકવી ગાળામાં પહેરેલ સોનાના ચેનની ચોરી કરતી હતી….પોલીસે મળેલ બાતમીના આધારે આ મહિલા ગેંગને ઉધના વિસ્તારમાં આવેલ રોડ નંબર બે પરના શાકભાજી માર્કેટ નજીકથી ઝડપી પાડી હતી….જ્યા શાકભાજી માર્કેટમાં આવતી મહિલાઓ પર આ ગેંગ નજર રાખી બેઠી હતી…..પોલીસની પુછપરછમાં પાંચે મહિલાઓએ સુરતના ડીંડોલી વિસ્તારમાં ત્રણ ,ખટોદરા વિસ્તારમાં એક અને વાપી ખાતે એક મળી કુલ પાંચ ચેન ચોરીના ગુનાની કબુલાત કરી છે…..પોલીસે મહિલાઓની કડક પુછપરછમાં કરતા રૂપિયા 1 લાખથી વધુનો ચોરીનો મુદ્દામાલ પણ મળી આવ્યો છે….જેમાં સોનાની ચેન સહિત મંગલસૂત્રનો સમાવેશ થાય છે…..પાંચે મહિલા આરોપીઓ ભીડભાડવાળી જગ્યા ઉપરાંત કટલરીની દુકાન પર જતી અને મહિલાઓની નજર ચૂકવી સોનાના ચેનની ચોરી કરી ફરાર થઈ જતી હતી…. મહિલાઓના ગળામાંથી નજર ચૂકવી સોનાં ની ચેનની ચોરી કરતી ગેંગ શહેરમાં સક્રિય થઈ છે….ત્યારે ઉધના પોલીસે આવી જ મહિલા ગેંગને ઝડપી પાડી સફળતા પ્રાપ્ત કરી છે……
– મહિલા આરોપીઓના નામ…
1.સુનિતા રમેશભાઈ લાઉડે – રહે,લીંબાયત મીઠી ખાડિ
2.રાધા ઉર્ફે પૂનમ લાઉડે- લીંબાયત મીઠીખાડી
3.ભારતી કીશન ચૌહાણ- લીંબાયત સંજય નગર.
4.શોભા કિશોરભાઈ એકનાથ – લીંબાયત નીલગીરી.
5.ઉષા ગણેશભાઈ કામલે- લીંબાયત ગણેશ નગર.
સુરત શહેરમાં મહિલાઓની નજર ચૂકવી તેઓના ગળામાંથી સોનાની ચેન અથવા મંગળસૂત્ર સેરવટી મહિલા ગેંગને પોલીસે હાલ ઝડપી પાડી છે…..આ મહિલા ગેંગે અગાઉ કેટલા ગુનાને અંજામ આપ્યો છે તે અંગે પોલીસ હાલ તપાસ કરી રહી છે….પોલીસની તપાસમાં પાંચે મહિલાઓની આ ગેંગ સુરતના લીંબાયત વિસ્તારની રહેવાસી છે….પોલીસે હાલ પાંચે મહિલાઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે….ત્યારે રિમાન્ડ દરમ્યાન હજી કેટલા ગુના પરથી પડદો ઉચકાય છે તે જોવું રહ્યું.