સગરામપુરા કાટે ગઈકાલે મોડી રાત્રે રહસ્યમય સંજોગોમાં બેભાન થઈ ગયેલા યુવાનનું મોત નિપજયુ હતુ. નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ સગરામપુરા ખાતે આવેલા કૈલાસનગર એપાર્ટમેન્ટમાં રહેતા 29 વર્ષીય કૈરવ રસ્કીન શાહ ગઈકાલે મોડી રાત્રે ઘરમાં રહસ્યમય સંજોગોમાં બેભાન થઈ ગયા હતા. જેથી તેમને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
કૈરવનુ નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરનાર તબીબે જણાવ્યું હતું કે તેના શરીરમાંથી ઝેરી દવા જેવા શંકાસ્પદ અશ મળી આવ્યા હતા જોકે તેના લીધેલા સેમ્પલોના આવ્યા બાદ તેના મોતનું સાચુ કારણ જાણવા મળશે. નોંધનીય છે કૈરવ પ્રાઇવેટ નોકરી કરતો હતો આ અંગે અઠવાલાઇન્સ પોલીસ તપાસ હાથ ધરી છે.