પુણા પોલીસ સ્ટેશન નજીકથી કન્ટેનર ભરીને દારૂ ઝડપાયો હોવાનું જાણવા મળ્યું છે. અને કન્ટેનરમાં અંદાજે 11 લાખથી વધુના દારૂ સાથે 77 લાખથી વધુના મુદ્દામાલ સાથેનું કન્ટેનર ઝડપી પાડી બેને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
10 હજારથી વધુ બાટલીઓ મળી આવી
સુરતના પુણા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, પરવતપાટિયા પાસેથી પસાર થતા કન્ટેનરમાં લાખ્ખો રૂપિયાનો દારૂ છે. જેથી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને કન્ટેનરને ઝડપી પાડ્યું હતું. પોલીસે કન્ટેનરમાંથી 11થી વધુનો લાખનો દારૂ પકડી પાડ્યો હતો.
પકડાયેલ મુદ્દામાલ
કન્ટેનરમાંથી અલગ અલગ બ્રાન્ડની કુલ્લે 10332 બોટલ જેની કિંમત અંદાજે 11લાખ 23 હજાર 200 તથા ટ્રકની કિંમત 25 લાખ અને એરકન્ડીશનનો સામાન 41 લાખ 67હજાર 25 રૂપિયા તથા બે મોબાઈલ ફોન કિંમત એક હજાર મળી કુલ 77 લાખ 91 હજાર 225નો સામાન કબ્જે કર્યો હતો.