રાંદેર ઈદગાહ પાસે એકતા ના પ્રતિક રૂપે સુરત શહેરના ચકચારી તક્ષશીલા અગ્નિકાંડ માં સ્વર્ગવાસ થયેલા બાળકો ને શ્રદ્ધાંજલી આપતા બેનરો લગ્યા અને ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલા લેવા ની માંગણી કરવામાં આવી.
સમસ્ત મુસ્લિમ સમાજ ને પણ તક્ષશીલા માં સ્વર્ગવાસ થયેલા બાળકો ને લીધે દુઃખ થયુ હતુ અને ઘટના થયાના દિવસે પણ મુસ્લિમ સમાજના અનેક યુવાઓ રોઝો છોડીને બ્લડ ડોનેશન કરવા પહોંચી ગયા હતા મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ પુરો થતા મુસ્લિમ સમાજના લોકો ઈદ ની નમાઝ પઢવા ઈદગાહમાં જાય છે અને ઈદગાહ ટાસે સમસ્ત મુસ્લિમ સમાજ તરફથી માસુમ બાળકોને ભાવભીની શ્રદ્ધાંજલી ના બેનરો લાગતા સમગ્ર વિસ્તારમાં કોમી એકતાનો મેસેજ જોવા મળી રહ્યો છે.