સુરત(Surat)માં કોવિડ-19 સંક્રમણને લીધે રાત્રિ કરફયુ(Curfew) લાંબો ચાલતા વિવિંગ અને પ્રોસેસિંગ સહિતના ઉદ્યોગો(Industries) માત્ર એક પાળીમાં કામ કરી રહ્યા છે. ઓછા કામદારો અને એક પાળીને લીધે ઉદ્યોગોનું કોસ્ટિંગ વધી રહ્યુ છે જો રાત્રિ કરફયુમાં રાહત નહી આપવમાં આવે તો જે એકમો શરૂ થયા છે તે વધી રહેલા કોસ્ટિંગને લીધે બંધ પડી શકે છે. સાઉથ ગુજરાત ટેક્સટાઇલ(Textile) પ્રોસેસર્સ એસોસિયેશનના પ્રમુથ જીતેન્દ્ર વખારિયાએ જણાવ્યું હતું કે સરકારના આદેશને પગલે એકમો શરૂ થયા છે. તેને લીધે ડાઇઝ-કેમિકલ, લિગ્નાઇટ અને લેબર ચાર્જમાં વધારો થયો છે. કામદારો હવે પાળી પ્રમાણે વેતન મેળવી રહ્યા છે. 30 ટકા કામદારો વચ્ચે એક પાળી પ્રોડક્શન મળતા મિલોમાં પ્રતિમીટર કાપડ પર ત્રણથી સાડા ત્રણ રૂપિયા કોસ્ટિંગ વધ્યુ છે. જો પરિસ્થિતિ નહીં સુધરી તો 15 તારીખથી વધુ કારખાના બંધ થઇ જશે.

એસો.એ સરકારને વિનંતી કરી છે કે ઉત્તરભારતીય અને ઓડિશાવાસી કામદારોને પરત લાવવા માંગ કરવામાં આવી છે ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે અત્યારે ગ્રે કાપડની ડિમાંડ ઓછી છે કામદારોની ઓછી સંખ્યા અને એક પાળીમાં પાવરલૂમ્સ ચાલતા હોવાથી મીટર કાપડ પર પ્રતિમીટરે એકથી દોઢ રૂપિયા કોસ્ટિંગ વધી રહ્યુ છે. તેને લીધે નફાનો માર્જિન ધોવાઇ રહ્યુ છે. લાંબુ ચાલશે તો શરૂ થયેલા એકમો પણ બંધ પડી શકે છે. જેમની પાસે જોબવર્ક છે તે ટકશે અને બાકીના બંધ થઇ જશે. બીજી તરફ કામદારો હવે પાળી પ્રમાણે વેતન મેળવી રહ્યા છે. 30 ટકા કામદારો વચ્ચે એક પાળી પ્રોડક્શન મળતા મિલોમાં પ્રતિમીટર કાપડ પર ત્રણથી સાડા ત્રણ રૂપિયા કોસ્ટિંગ વધ્યુ છે.

સુરત વીવર્સ એસોસિસયેશનના પ્રમુખ વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે કામદારોના અભાવે અંજની ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં (Industries) કામદારોના અભાવે કેટલાક યુનિટો બંધ થયા છે અને જો પરિસ્થિતિ નહીં સુધરી તો 15 તારીખથી વધુ કારખાના બંધ થઇ જશે. એક તરફ 20થી 30 ટકા કામદારોની હાજરી અને કરફયુને લીધે એક પાળી ચાલી શકતા વિવરને પ્રતિ મીટર કાપડે એકથી દોઢ અને પ્રોસેસરને ત્રણથી સાડા ત્રણ રૂપિયાનું કોસ્ટિંગ વધી રહ્યુ છે. ત્યારે રજૂઆત કરાઈ હતી કે સુરતના ઔદ્યોગિક વિસ્તારોમાંથી રાત્રિ કરફયુ નહીં ઉઠાવવામાં આવે તો શરૂ થયેલા વિવિંગ પ્રોસેસિંગ એકમો પણ બંધ પડી જશે.