પાર્લે પોઇન્ટ વિસ્તારમાં જર્જરિત એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાઈ થતા સુરત ફાયર વિભાગ દોડતું થઇ ગયું હતું. વર્ષો જુના એપાર્ટમેન્ટ નું મેન્ટેનન્સ ન કરવામાં આવતું હોવાના કારણે સ્લેબ જર્જરિત થઇ ઘરાશાઈ થયો હતો. જેના કારણે એપાર્ટમેન્ટ માં રહેતા લોકો ના જીવ ટાળવે ચોંટી ગયા હતા. ફાયર વીભાગ તાત્કાલિક ઘટના સ્થળે પોહચી કામગીરી હાથ ધરી હતી.
સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં વર્ષો જૂનું અંજન સલાકા કોમ્પ્લેક્સ આવેલ છે. આ કોમ્પ્લેક્ષ ના સ્લેબનો ભાગ ધરાશાઈ થતા અંદર રહેતા લોકો તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા. છજિયાનો ભાગ ધરાશય થતા ઘટનાની જાણકારી સુરત ફાયર વિભાગને કરવામાં આવી હતી.
ફાયરે ઘટના સ્થળે પોહચી કામગીરી હાથ ધરી હતી. પોષ વિસ્તાર એટલે કે પારલે પોઇન્ટમાં આ કોમ્પ્લેક્ષ આવેલ છે અને મેન્ટેનન્સના અભાવે બિલ્ડીંગ નું છજયાનો ભાગ ધરાશય થયો હોવાનું બહાર આવ્યું છે…
એટલું જ નહિ સાથે અંજન શલાકા નું બેઝમેન્ટ પણ ભયજનક સ્થિતિમાં મળતા ફાયરે નોટિસ ફટકારી તાત્કાલિક મેન્ટેનન્સ કરાવવા સૂચના આપી છે. ઘટનાની જાણ થતા અઠવા ઝોનના અધિકારીઓ પણ સ્થળ પર આવી પોહ્ચ્યા હતા. સદનસીબે ઘટનામાં કોઈ પણ વ્યક્તિની જાનહાની ન થતા મોટી દુર્ઘટના ટળી હતી.