ગુજરાતમાં અનામત આંદોલનનો મુદ્દો દિવસેને દિવસે ઉછળી રહ્યો છે ત્યારે હવે એવું લાગી રહ્યું છે કે અનામત આંદોલનનો આધાર સ્તંભ જ તુટી પડ્યો છે. હવે આ આંદોલન આગળ વધશે કે કેમ તેના વિશે પણ શંકા સેવાઈ રહી છે. પાટીદારો હવે અનમાતની માંગને માંડી વાળશે એવા એંધાણ દેખાઈ રહ્યા છે.
નોંધનીય છે કે અલ્પેશ કથિરીયાના જેલ મુક્ત થયા બાદ હાર્દિક પટેલે પાટીદાર અનમાત આઁદોલનની સંપુર્ણ જવાબદારી સુરત પાટીદાર આંદોલનના નેતા અલ્પેશ કથિરીયાને સોંપી દીધી હતી અને હવે પોતે ખેડૂતો અને બેરોજગારો માટે લડશે એવી જાહેરાત કરી હતી. આ પરથી એવા અનુમાનો લગાવી શકાય કે હાર્દિક અનામત આંદોલનની જવાબદારીમાંથી મુક્ત થઈ ગયો. આ ઉપરાંત બીજી તરફ જોઈએ તો અલ્પેશ કથિરીયાએ સુરત પોલીસ સાથે ગાળાગાળી કરતા તેની ધરપકડ કરવામાં આવી હતી. આજ રોજ તેણે સુરત ક્રાઈમ બ્રાન્સ પાસે એવી જાહેરાત કરી હતી કે પાટીદાર અનામત આંદોલનનો ચહેરો હાર્દિક હતો, હાર્દિક છે અને હાર્દિક જ રહેશે. આ પરથી બીજુ અનુમાન એવું લગવી શકાય કે અલ્પેશ કથિરીયા પણ અનામત આંદોલનની જવાબદારીમાંથી મુકત થવા માંગે છે.
હવે પાટીદાર અનામત આંદોલનમાં એક સવાલ ફરી ઉભો થયો છે કે શું ખરેખર આટલા જોશ અને જનુન સાથે શરૂ થયેલું અનામતની માંગણીનું આંદોલન ખરેખર નેતા વિહોણું થઈ ગયું ?