વરાછાવાસીઓ માટે એક મહત્વના સમાચાર છે. વરાછામાં વર્ષો જુની પાણીની લાઇન બદલીને હાલમાં નાંખેલી નળી નળીકાની જોડાણની કામગીરી કરવાના કારણે પાણીની સમસ્યા ઉભી થશે. 28મીએ શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી બિલકુલ નહિ મળી શકે તેમ જણાવવામાં આવ્યું છે. વરાછામાં વૈશાલી હેલ્થ સેન્ટર જંકશન ચાર રસ્તા ખાતે વરાછા મેઇન રોડ, ખાંડ બજાર સૂર્યપુર રેલવે ગરનાળા નજીક અંદાજીત વર્ષ 1969માં નાંખવામાં આવેલી નળીકા જર્જરિત થઇ ગઇ છે. જેથી આ નળીકાને બંધ કરી નવી નાંખવામાં આવેલ 1219 મીમી વ્યાસની એમએસ નળીકાને હયાત 1219 મીમી વ્યાસની પાણી પુરવઠાની એમએસ નળીકા સાથે જોડાણની કામગીરી આગામી તારીખ 27મી ફેબ્રુઆરીના રોજ ના રોજ રાતે 11થી 29ના સવારે 5 કલાક દરમ્યાન હાઇડ્રોલિક વિભાગ દ્વારા હાથ ધરવામાં આવનાર છે. જેથી હેડ વોટર વર્કસ, સરથાણા વોટર વર્કસ, ઉમરવાડા જળવિતરણ મથક, કતારાગમ, સીંગણપોર, ખટોદરા, અઠવા, ઉધના ચીકુવાડી, ઉધ્ના સંઘ, અલથાણ, ભીમરાડ, ડુંભાલ, વેસુ, કિન્નરી સહીતના જળવિતરણ મથક ખાતેથી શહેરમાં પહોંચાડવામાં આવતો પાણી પુરવઠો નહિંવત મળે જ્યારે 29મીએ ઓછા પ્રેસરથી મળે તેવી શક્યતાઓ વ્યક્તે કરવામાં આવી રહી હોવાથી આ અંગેની જાણ સાથે નોંધ લેવા શહેરીજનોને સુરત મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.
આ વિસ્તારમાં પાણી ઓછું મળશે
રેલવે સ્ટેશનથી ચોક, ઉમરવાડા, મગોબ, ડુંભાલ, આંજણા, ભાઠેના, પાંડેસરા, ઉધના, ખટોદરા, ભેદવાડ, ચુકવાડી, મજૂરા, અઠવા, પાર્લેપોઇન્ટ, સીટીલાઇટ, અલથાણ, પનાસ, ભટાર, કતારગામ, વેડ, ડભોલી, સીંગણપોર, વેસુ, ડુમસ, ભીમપોર, દવિયર, સુલતાનાબાદ, વાંટા, પુણા, ઉમરા, પીપલોદ, વરાછા, લંબેહનુમાન રોડ, બમરોલી સહિતનો વિસ્તાર