ગોડાદરા વિસ્તારમાં આવેલા કલ્પના રો હાઉસ સોસાયટી નજીક બાઈક પર આવેલા અજાણ્યા ઈસમો દ્વારા એક યુવક પર છરી વડે હુમલો કરી ફરાર થઈ ગયા હતા. જેમાં યુવકનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી.
ગોડદરા વિસ્તારમાં આવેલા કલ્પના રો હાઉસ નજીક ઓટલા પર શોટુ પાટીલ નામનો યુવક ઓટલા પર બેઠો હતો. દરમિયાન અજાણ્યા ઈસમો બાઈક પર ઘસી આવ્યા હતા. અને છરી વડે હુમલો કરી દીધો હતો. જેમાં છરી શોટુના ગરદનના ભાગે ઘૂસી ગઈ હતી. જોકે, સોટુને ગંભીર ઈજા થવા છતા બચવાનો પ્રયાસ કર્યો હતો. અને નજીકમાં આવેલા ઘર સુધી પહોંચી ગયો હતો. જોકે, ઘરના દરવાજા પર જ ફસડાઈ પડ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. અને વધુ તપાસ હાથ ધરી છે.