યોગગુરુ બાહા રામદેવ આજ રોજ સુરતના મહેમાન બન્યા હતા અને તેમણે વરાછાના કાપોદ્વા ખાતે પોતાની ફેશન બ્રાન્ડ પરીધાનનનું ઉદ્ધાટન કર્યું હતું. આ સાથે તેમણે લોકોને સ્વદેશી કપડા પહેરવા માટે હીમાયત કરી હતી.
આજ રોજ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે ચૂંટણીના માહોલની વચ્ચે જણાવ્યું હતું કે કોંગ્રેસે કહ્યુ કે ચોકીદાર ચોર હે તો ભાજપે પોતાની જાતને મેં ભી ચોકીદાર કહી દીધું. દેશની સેવા કરનાર દરેક વ્યક્તિ ચોકીદાર છે. લોકોને રહેવાની જરૂર નથી તેમને ખબર જ છે કે તેમણે કોને વોટ આપવો જોઈએ.
પોતાની બ્રાન્ડ વિશે વાત કરતા બાબા રામદેવે જણાવ્યું હતું કે પરીધાનમાં મકાઈ અને એલેવોરા જેવી નેચરલ વસ્તુઓમાંથી ફેબ્રિક બનાવીને કપડા તૈયાર કરવામાં આવે છે. ભારતમાં વિદેશી વસ્તુઓનો બહિષ્કાર થાય એ હેતુથી આ બ્રાન્ડનું ઉદ્ધધાટન કરવામાં આવ્યું છે. અન્ય બ્રાન્ડ કરતા અહીં તમામ કપડાની કીંમત 20 થી 30 ટકા ઓછી છે.અહીં લેડિઝ-જેન્ટ્સ, ઈથેનિક વેર, ફોર્મલ વેર, ઈન્ડો વેસ્ટર્ન, એસેસરીઝ અને સગાઈ તેમજ લગ્ન માટે ડિઝાઈનર વેર પણ ઉપલબ્ધ છે.