સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને પોલીસ તંત્ર ભયભીત બની છે અને પાટીદાર યુવાનોને નજરકેદ કરવામાં આવ્યા છે. પાટીદાર યુવાનોની ધરપકડ માટે પોલીસ તંત્ર તેમના ઘર ઓફિસમાં ધંધાના સ્થળ ઉપર જઇને તપાસ કરી રહી છે.
આજ રોજ વડાપ્રધાન મોદીના આગમનની સાથે જ સુરતના વરાછા વિસ્તારમાં પાટીદાર યુવાનોએ કાળા ફુગ્ગા હવામાં છોડીને વિરોધ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત મિનિબજાર વિસ્તારમાં પાટીદાર સભ્યોએ ન્યાયની માંગ સાથે કાળા રંગની પટ્ટીઓ બાંધી વિરોધ વ્યક્ત કર્યો હતો.

પાટીદાર યુવાનોએ અસંતોષ વ્એક્કત કરતા જણાવ્યું હતું કે બાજુ ભારતીય જનતા પાર્ટી સવર્ણ સમાજને દસ ટકા અનામત મળવાની વાતો સમાજમાં કરી વાહ વાહ લૂંટી રહ્યા છે અને બીજી બાજુ સમાજ થી જ ભયભીત બનીને ફરી રહ્યા છે ત્યારે ગુજરાત અને ખાસ કરીને સુરતની અંદર ભારતીય જનતા પાર્ટી અને તેમના નેતાઓની શું સ્થિતિ છે આ સમગ્ર ઘટના પરથી આપણે જાણી શકીએ છીએ દેશની અંદર લોકશાહી સર્વોપરી છે અને જ્યાં લોકોનો અવાજ દબાવવા ની કોશિશ થાય ત્યાં જે તે સરકાર કે રાજકીય પક્ષો એ ભયભીત બનીને જ રહેવુ પડશે. પાટીદાર સમાજની વાત ને ભારતીય જનતા પાર્ટી ધ્યાને લે. આ કોઈ બે પાંચ વ્યક્તિઓ નો અવાજ કે વિરોધ નથી આ સમગ્ર સમાજનો વિરોધ છે સમગ્ર સમાજની પીડા છે અને તેની સામે જોવામાં નહી આવે તો આ જ નહીં તો આવતીકાલે તે પીડા નો ભોગ ભારતીય જનતા પાર્ટી બનવું પડશે.
પાટીદાર યુવાનોની માંગ
- ૧૪ શહિદ પરિવારોને ન્યાય આપવામાં આવે.
- પાટીદાર સમાજ ને બંધારણીય અનામત આપવામાં આવે.
- નિર્દોશ આંદોલનકારીઓ પર ના ખોટા કેસો પરત ખેંચવામાં આવે
- પાટીદાર સમાજ પર અત્યાચાર કરનાર વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.