સુરત ના સગરામપુરા વિસ્તાર ના ભાજપ ના નગર સેવક પિયુષ શિવશક્તિ વાળા ની દારૂ પાર્ટી ,નારગોલમાં મકાન ભાડે રાખી ને પાર્ટી કરવા ગયા હતા. ગાંધી ના ગુજરાતમાં દારૂ મળે છે કે નથી મળતો તેની વ્યાપક ચર્ચાઓ વચ્ચે સતાધારી ભારતીય જનતા પાર્ટી નાં નગર સેવક પીયુષ શિવ શક્તિવાળા નો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો છે. આ પાર્ટીમાં નગર સેવક સાથે 12 જેટલા લોકો ખુબ નાચ્યા હતા. અગાઉ ગુજરાત ની દારૂબંધી ને લઇ ને રાજસ્થાન ના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પડકાર ફેક્યો હતો કે ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે. જયારે મુખ્યમંત્રી વિજય રુપાણીએ તેના પડકારમાં કહું હતું કે, અશોક ગેહલોતમાં તાકાત હોય તો રાજસ્થાનમાં દારૂબંધી કરી બતાવે.આ મુદે રાજકારણ નો પારો ગરમાયો હતો ત્યારે આ પ્રકાર ના વાયરલ વિડીયો ગુજરાત ની દારૂબંધી ની ચાડી ખાતા હોવાના સુરો ઉઠ્યા છે.
Saturday, May 18