દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની ઠેરઠેર ઉજવણી થઈ રહી છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ આજે ડુમસના દરિયા કિનારે સફાઈ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન વરસાદ અને પૂરના કારણે ડુમસના દરિયા કિનારા ઉપર કચરો અને ગંદકીના થર જામતા આજે પાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી શરૂ કરવામાં આવેલા સ્વચ્છતા અભિયાનમાં કચરો દૂર કરવામાં આવ્યો હતો.
દરમિયાન આ સ્વચ્છતા અભિયાનમાં નાગરિકો,બાળકો યુવાનો જોડાયા હતા. તેઓએ સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતાના આગ્રહી હોવાથી તમામ સ્થળે સ્વચ્છતા જળવાઈ રહે તે પ્રકારે લોકોને કાર્ય કરવા અપીલ કરવામાં આવી હતી.