સુરતને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી તારીખે સુરત આવી રહ્યા છે. સુરતથી શારજાહની સર્વપ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને લીલીઝંડી આપશે. આ ઉપરાંત મીઠા સત્યાગ્રહમાં મહાત્મા ગાંધી સાથે જોડાનારા 80 સત્યાગ્રહીઓની દાંડી ખાતે નિર્મણ થયેલી પ્રતિમાઓ અને વિકાસ કાર્યોના લોકાર્પણના કાર્યક્રમોમાં હાજરી આપશે.
વડાપ્રધાન મોદીના કાર્યક્રમો અંગે માહિતી આપતા નવસારીના સાંસદ સીઆર પાટીલે પત્રકારોને જણાવ્યું કે સુરતને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવા માટે વર્ષોથી માંગ કરવામાં આવી રહી હતી. કોંગ્રેસ સરકારો વખતે આ મામલાને વિલંબિત કરવામાં આવી રહ્યો હતો અને સુરતની ઉપેક્ષા કરવામાં આવી રહી હતી. પરંતુ મોદી સરકાર દ્વારા સુરતના વિકાસને ધ્યાને રાખીને સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવા માટેનો નિર્ણય લેવાયો અને તેના માટેની કાર્યવાહી કરવામાં આવી.
તેમણે જણાવ્યું કે સુરત શહેર અને દક્ષણિ ગુજરાતમાં એર કનેક્વિટીની માંગ કરવામાં આવી હતી. સુરત એરપોર્ટથી 72 સીટની એક જ ફ્લાઈટ આવતી હતી. મોદી સરકાર બન્યા બાદ રોજના 72 ફ્લાઈટ ઉડતી થઈ ગઈ છે અને 125 વધુ ફલાઈટ ઉડતી થઈ ગઈ છે. ઈન્ટરનેશન ફ્લાઈટની કનેક્ટિવિ માટે દિલ્હી અને મુંબઈ પર આધાર રાખવો પડતો હતો.
તેમણે જણાવ્યું કે મુંબઈ સુધી ફ્લાઈટમાં આવ્યા બાદ સુરત કે અન્ય વિસ્તારોમાં આવતા અકસ્માતોની ઘટના પણ બનતી રહી છે. વિદેશમાં વસતા સગા-સંબંધીઓ માટે સુરતથી એર કનેક્ટિવિટી મળી રહે તે માટે વડાપ્રધાન મોદીને રજૂઆત કરવામા આવી હતી. મોદી સરકારે સુરત એરપોર્ટના ટર્મિનલ બિલ્ડીંગ માટે 353 કરોડ રૂપિયા ફાળવ્યા છે. 30મીએ ટર્મિનલ બિલ્ડીંગનું પણ ખાતમુહુર્ત કરવામાં આવનાર છે.
સાંસદ સીઆર પાટીલે જણાવ્યું કે 30મી જાન્યુઆરીએ મહાત્મા ગાંધીના નિર્વાણ દિને દાંડી ખાતે મીઠા સત્યાગ્રહના 80 સત્યાગ્રહીઓની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. સાથે 6 લાખ લીટરનું તળાવ બાંધવામાં આવ્યું છે અને તેની સાથે 4 લાખ લીટરની અંડરટેન્ક પાણીની ટાંકી બનાવવામાં આવી છે. 100 ફૂટનું ધ્વજ પણ 30મી જાન્યુઆરીએ લહેરાવાશે. દાંડીના વિકાસ માટે 150 કરોડ રૂપિયાના ખર્ચે કાર્યો કરવામાં આવી રહ્યા છે.