સુરતમાં ચાલી રહેલ દારુની મહેફિલમાં પોલીસને મળેલી જાણકારીને આધારે રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન મહેફિલ માણી રહેલ 67 લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમાં યુવક અને યુવતિઓને દારુના નશામાં ચકચુર હાલતમાં ઝડપી પાડ્યા હતા.આ બનાવને લઈ તમામ લોકોની સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સરકાર દ્રારા રાજયમાં દારુબંધીની મોટી મોટી વાતો ફકત કાગળ પર જ જોવા મળી રહી છે. શહેરમાં જેટલો જોઈએ અને જેવી જોઈએ તેવી બ્રાન્ડનો દારુ સરળતાથી મળી રહે છે. ત્યારે સુરતમાં આવેલ આશીર્વાદ ફાર્મ હાઉસમાં ચાલતી મહેફિલ બાબતની માહિતી મળતા જ પોલીસે ડુમસ આશીર્વાદ ફાર્મ હાઉસમાં રેડ પાડી હતી. જ્યાંથી 13 યુવતી સહિત 50થી વધુને અટક કરી પોલીસ સ્ટેશનમાં લવાયા છે. આગળની તપાસમાં જે કોઈ પણ દારૂ કે કોઈ પ્રકારનું વ્યસન કર્યું હશે તો તે વિશે તપાસ કરી ચોક્કસ કાયદેસરના પગલાં ભરીશું. તમામ 17 થી 25 વર્ષની ઉંમરના હોવાનું બહાર આવ્યું છે.
ત્યારે ગત મોડી રાત્રે 52 લોકોના મેડિકલ તપાસ પણ કરાવવામાં આવ્યા હતા ત્યારે બાકી રહેલા લોકોના આજરોજ ચેકઅપ કરવામાં આવશે અને તમામ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.