સુરતમાં ગણેશ પ્રતિમા સામે દારૂપીને છાકટાવેડા કરનારાઓના વાયરલ વીડિયો બાદ પોલીસ તંત્ર જાગ્યુ છે.અને આરોપીઓ સામે કુલ બે ગુના દાખલ કર્યા છે. આ ઉપરાંત પ્રોહિબિશનનો કેસ પણ દાખલ કરાયો છે. મહીધરપુરા પોલીસે ભવાની ડી.જે.ના માલિક અને ડીજે ઓપરેટર સામે જાહેરનામાનો ભંગ બદલ કાર્યવાહી હાથ ધરી છે. અને તેમના ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.
દુંદાળા દેવની પ્રતિમા પાસે દારૂ ઢીંચી ધર્મના નામે ધતિંગ કરતા તત્વોએ બિયર અને દારૂની જાહેરમાં મહેફિલ માણી હતી.જે બિયર લાવવામાં આવી હતી તે પરમીટ ના હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આરોપીના ઘરે દરોડા પાડી વધુ 20 જેટલી બીયર ના ટીન પણ કબ્જે કર્યા.