સુરતમાં આજે વહેલી સવારથી વરસાદી ઝાપટાની શરુઆત તી ગઈ છે. હળવો વરસાદ ધીમે ધીમે ધોધમાર થાય ત્યાં સુધી વરસ્યો હતો. વરાછાથી લઈને વેલન્જા સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો. સવારે નોકરી પર જતા અચવાયા હતા. રસ્તા ભીના થઈ જવાથી રસ્તા પર અકસ્માતના બનાવો પણ વધ્યા હતા.
ગઈ કાલે અમદાવાદમાં સાંજે માવઠાએ આગમન કર્યું હતું. હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. ગઈ કાલે અમદાવાદના વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.