ગુજરાત (Gujarat) રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHEB) દ્વારા લેવામાં આવેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા(Exam)નું પરિણામ સોમવારે સવારે જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12નું પરિણામ 76.29% જાહેર થયું છે. રાજ્યના આ પરિણામમાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. રાજ્યમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં વ્યવસાયલક્ષી પ્રવાહનું પરિણામ 76.04 ટકા નોંધાયું છે જયારે ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહનું પરિણામ 78.70% નોંધાયુ છે. કુલ 76.29 ટકા પરિણામ જાહેર થયું છે.
આજે ધોરણ 12 સામાન્ય,વ્યવસાયલક્ષી, ઉચ્ચતર ઉત્તર બુનિયાદીનું પરિણામ જાહેર થયું છે. તેમાં શહેરી વિસ્તારો કરતા આ વખતે ગ્રામીણ કેન્દ્રો મેદાન મારી ગયા છે. સૌથી ઊંચું પરિણામ બનાસકાંઠાના દિયોદર તાલુકાના સોની કેન્દ્રનું છે. અહીં કુલ પરિણામ 97.76 આવ્યું છે. આ સાથે જ રાજ્યના ટોપ 15 કેન્દ્રોના પરિણામ 94.12થી 97.76 આવ્યું છે. પરીક્ષામાં 522 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 10,945 વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 39,848 વિદ્યાર્થીઓએ B-1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 77, 746 વિદ્યાર્થીઓએ કુલ B-2, જ્યારે 94,378 વિદ્યાર્થીઓએ C-1 ગ્રેડ મેળવ્યો છે.
જિલ્લા પ્રમાણે જોવા જઈએ તો A-1 ગ્રેડ મેળવવામાં સુરત કેન્દ્રએ બપાજી મારી છે. સુરતના 189 વિદ્યાર્થીઓએ 522માંથી સૌથી વધુ A-1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે રાજકોટના 108, અમદાવાદ શહેરના 40 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે. આ સાથે જ રાજ્યના ટોપ 15 કેન્દ્રોના પરિણામ 94.12થી 97.76 આવ્યું છે. તેમાં સોની, લવાણા, પિવલી, રૂપવતી વગેરે કેન્દ્રોનો સમાવેશ થાય છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ રાજકોટ જિલ્લાનું પરિણામ અને સૌથી ઓછું જુનાગઢ જિલ્લાનું 58.26 ટકા પરિણામ આવ્યું છે. મહત્વનું છે કે ગત વર્ષે રાજકોટ જિલ્લાનું પરિણામ 79.59 ટકા આવ્યું હતું. એટલે કે આ વર્ષે રાજકોટ જિલ્લાનું પરિણામમાં થોડો ઘટાડો થયો છે.
A1 ગ્રેડમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ સુરતના
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2020ની ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રાજ્યનું કુલ 76.29 ટકા પરિણામ જાહેર થયું છે. સમગ્ર રાજ્યમાં 80.66 ટકા સાથે સુરત જિલ્લો નવમાં સ્થાન પર રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ A-1 ગ્રેડના વિદ્યાર્થીઓ સુરત જિલ્લાના રહ્યા છે. રાજ્યના કુલ 522 A-1ગ્રેડના વિદ્યાર્થીઓ પૈકી 189 વિદ્યાર્થીઓ સુરત જિલ્લાના રહ્યા છે. જ્યારે સુરત જિલ્લામાં A-2 ગ્રેડમાં રાજ્યમાં સૌથી વધુ 2614, B-1 ગ્રેડમાં 5941, B-2 ગ્રેડમાં 8994, C-1 ગ્રેડમાં 10043, C-2 ગ્રેડમાં 6006, D ગ્રેડમાં 462, E1 ગ્રેડમાં 4 વિદ્યાર્થીઓ સાથે રાજ્યમાં નવમાં ક્રમે રહ્યો છે.