ગુજરાત વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવા માટે ઝૂંબેશ ચલાવવાના કારણે તથા આનંદ તેલતુંબડેની ધરપકડ ના થાય તેમજ સમગ્ર દેશમાં કર્મશીલો ઉપર થઈ રહેલા હુમલાના વિરોધમાં અમદાવાદમાં આયોજીત ધરણામા હાજરી આપ્યા બાદ તુરંત જ વ્યારા પોલીસ સ્ટેશનમાંથી રોમેલ સુતરિયા વિરુદ્ધ જૂના કેસમાં ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે.
રોમેલ સુતરિયાએ કહ્યું હતું કે મારી ઉપર હુમલો કરનારા તાપીના ખનન માફિયાઓ જે, સરકારી અધિકારીઓ ઉપર પણ હુમલો કરી ચુક્યા છે. તેમાના વિરુદ્ધ અન્ય હુમલામાં કેસ નોંધાયા છે. ગેરકાયદેસર ખનનમાં સપડાયા છે. તેવા લોકો દ્રારા મારા ઉપર વ્યારા કલેક્ટરેટમાં થયેલા હુમલાના 2016ના કેસમાં જેમાં હુ જાતે ફરિયાદી છું. પોલીસ સુરક્ષા માંગવા છતા આપવામાં આવી નથી. જેથી કોર્ટમાં હાજર થયેલો નથી. જેમાં મારી ફરિયાદી વિરુદ્ધ વ્યારા કોર્ટ દ્રારા ધરપકડ વોરંટ જાહેર કરી હેરાન કરવાની તેમજ રાજકીય અદાવત રાખી મને હેરાન કરવાની નીતિ અપનાવી છે.
રોમેલ સુતરિયાને હુમલાખોરો દ્રારા સતત જીવનું જોખમ રહેલું છે, છતા આર્મ્સ પોલીસ સુરક્ષા ફાળવવામાં આવેલી નથી. જેથી આર્મ્સ પોલીસની સુરક્ષા આપવામાં આવે તો વ્યારા કોર્ટમાં હાજર થવા તૈયાર છે. તાપીમાં ખનન માફિયાઓ દ્વારા થયેલા હુમલાના કેસમાં ગુજરાત સરકાર SITની રચના કરે તેવી માંગ કરીને સુતરિયાએ ન્યાયની અપીલ કરી છે.
તાપીમાં ખનન માફિયાઓ દ્વારા સરકારી અધિકારીઓ ઉપર પણ હુમલા કરતા હોય તેવામાં મારા જેવા કર્મશીલને વગર પોલીસ સુરક્ષા જીવન જીવવું અને ખર્ચાળ કાયદેસર પ્રક્રિયામાં સહયોગ આપવુ જોખમી છે. તેમ AKSM-રાષ્ટ્રીય અધ્યક્ષ રોમેલ સુતરિયાએ કહ્યું હતું.
તાપીમાં ગૌચરની જમીનમાં ગેરકાયદેસર ખનનની ફરિયાદ કરેલી હતી. તેના હિયરીંગમાં 2016માં 2 ફેબ્રુઆરીએ તેમના પર ઉપર હુમલો થયો હતો. હવે વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવા માટે કરતાં હવે બીજા કેસમાંં કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.