સુરતખાતે આયોજિત શ્રી આહિરસેવા સમિતિના 26મા સમુહલગ્નમાં હાજરી આપીને મોરારીબાપુએ સમુહલગ્નના આયોજકોને પ્રોત્સાહિત કર્યા હતા. લગ્નના મસમોટાં ખર્ચા ઘટે અને સામાન્ય પરિવારના દિકરા-દિકરીઓ રંગેચંગે પરણી શકે તે માટે સમુહલગ્નની પ્રથાને વિવિધ સમાજ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. સુરતમાં હવે ઘણાં સમાજમાં સમુહલગ્ન થકી સમાજના પરિવારોને નડતા લગ્નખર્ચ પ્રશ્નને હલ કરવાનો પ્રયત્ન થઈ રહ્યાં છે તથા સમાજના અગ્રણી દાતાઓ તરફથી કન્યાઓને કન્યાદાનરૂપે સંપૂર્ણ ઘરવખરી ભેટ આપવાની પ્રથા પણ આવકાર્ય બની છે.
સુરતમાં ગુરુવારે યોજાયેલા આહિર સમાજના સમુહલગ્નમાં પૂજય મોરારીબાપુની ઉપસ્થિતએ પ્રસંગમાં માંગલિક માર્ધુય પૂર્યું હતું. આ લગ્નમાં 294 નવયુગલો લગ્નગ્રંથીથી જોડાયા હતા.