સુરત : ઉધના વિસ્તારમાં આવેલ શાળાએથી છુટી ઘરે પરત ફરતી 11 વર્ષીય વિદ્યાર્થીનીનું ફોર વ્હીલ ટેમ્પોની અડફેટે કરુંણ મોત નીપજ્યું હતું. શાળાના જ સહપાઠીએ રસ્તે ચાલતા સ્કૂલબેગ ખેંચતા આ કરુણાતીકા સર્જાઇ હતી.જ્યાં સમગ્ર ઘટના શાળાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી..પોલીસે ફોર વ્હીલ ટેમ્પો કબ્જે લેવાની સાથે ટેમ્પો ચાલકની શોધખોળ શરૂ કરી હતી..
- -રાણા પરિવારની એકલવયી દીકરીનું કરુણ મોત.
- – હસવામાંથી પડ્યું ખસવું..
- – વિદ્યાર્થીનીના સહપાઠીએ શકુલ બેગ ખેંચતા બની
- ઘટના…
- – ઘટના લોકો માટે લાલબત્તી સમાન.
સુરતના ઉધના પુસ્પાનગર સોસાયટીમાં રહેતા સુરેશભાઈ રાણા ની 11 વર્ષીય પુત્રી લાલીમાં નગરમાં આવેલ જીવનદીપ શાળાના ધોરણ છ મા અભ્યાસ કરતી હતી. દસ વર્ષીય માસુમ કોમલ પોતાના નિયત સમય પ્રમાણે શાળાએથી છુટી ઘરે પરત ફરી રહી હતી.કોમલની સાથે તેની અન્ય સખીઓ પણ હતી.સાથે જ તેની પાછળ અન્ય સહપાઠીઓ પણ આવી રહ્યા હતા.જે પૈકીના એક સહપાઠીએ કોમલની શકુલ બેગ ખેંચી અને કોમલ જમીન પર પટકાઈ ગઈ.ત્યાંથી પસાર થતા ફોર વ્હીલ ટેમ્પોના નીચે કોમલનો કોમળ માથું આવી જતા ઘટના સ્થળે જ તેણીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.સૌ પ્રથમ ઘટના બાદ ટેમ્પોનો ચાલક ટેમ્પો મૂકી ત્યાંથી ફરાર થઇ જતા લોકોએ ચાલકની બેદરકારી માની હતી.જો કે જે રીતે સમગ્ર ઘટના ના સીસીટીવી ફૂટરજ સામે આવ્યા છે ,તેના પરથી ઘટનાનું સાચું કરણ પણ બહાર આવી ગયું છે.સામાન્ય રીતે શાળાના બાળકો રસ્તે ચાલતા હસી – મજાક અને મસ્તી કરતા હોય છે.જે કોઈક વખત ખતરારૂપ આયાબિત થાય છે.જે આજે એક 11 વર્ષીય માસુમ કોમલ સાથે બન્યું છે.સીસીટીવી ફુટેજ જોતા કોમલ શાળાએથી છુટી પોતાની સખીઓ જોડે પગપાળા જતી નજરે પડે છે.ત્યારબાદ તેનો સહપાઠી શકુલ બેગ ખેંચે છે ,જેના પરિણામે આ ઘટના બનવા પામે છે.પરંતુ આ ઘટના સૌ કોઈ માટે એક લાલબત્તી સમાન સાબિત થઈ છે.