વડાપ્રધાન મોદી દ્વારા 30મી જાન્યુઆરીએ સુરતને ઈન્ટરનેશનલ એરપોર્ટની સોગાત આપવામાં આવશે તે પહેલાં સુરતથી શારજાહ જવા માટેનું બૂકીંગ ઓપન થઈ ગયું છે. સુરતથી શારજાહ ફ્લાઈટ માટે એર ઈન્ડીયા દ્વારા બૂકીંગ લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે. જ્યારે અન્ય બૂકીંગ વેબસાઈટ ઉપર પણ બૂંકીગ અંગેની જાણકારી આપવામાં આવી રહી છે. સુરતથી શારજાહ વચ્ચે કલાકોનું અંતર છે અને આ અંતર વિમાન મારફત કાપવામાં આવશે.
સુરત-શારજાહની ફ્લાઈટનું બૂકીંગ શરૂ કરી દેવામાં આવ્યા બાદ લોકોમાં કુતુહલતા હશે કે વિમાન ભાડું કેટલું હશે. તો જણાવી દઈએ કે હાલ વિમાનમાં મુસાફરી કરવા ટીકીટનો ભાવ 9,669 રૂપિયા રાખવામાં આવ્યો છે અને આ ભાડું 16મી ફેબ્રુઆરીથી લાગુ થશે.
સુરતને ઈન્ટરનેશનલ ફ્લાઈટની ગિફટ મળી રહી છે ત્યારે સુરતીઓમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. સુરતને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળે તેના માટે એરપોર્ટ માટે વર્ષોથી કામ કરી રહેલા સંજય એઝાવાની પણ નોંધ લેવામાં આવી રહી છે. સંજય એઝાવાએ સુરતના એરપોર્ટ અંગે લાગલગાટ આંદોલનો ચલાવ્યા હતા. આ ઉપરાંત તેમણે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડીયા સહિત કેન્દ્ર સરકારના વિભાગોમાં પણ રજૂઆતોનો સિલસિલો ચાલુ રાખ્યો હતો.