મનપા(SMC) કમિશનર દ્વારા શહેરની વિવિધ હોસ્પિટલો(Hospital)ની મુલાકાત(Visit) લીધી હતી. જેમાં મસ્કિત, સ્મીમેર, સુરત જનરલ, કિરણ હોસ્પિટલ, ડાયમંડ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં કોવિડ માટે કઈ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કમ્યુનીટીમાં લોકો જલદી સારવાર લે અને જલદી સારા થાય તે જ હવે આવનારા દિવસોમાં કી રહેશે તેમ કમિશનરે જણાવ્યું હતું. મનપા કમિશનરે જણાવ્યું હતું કે, શહેરમાં જે પોઝીટીવ કેસ આવી રહ્યા છે તે સૌથી વધુ ક્લસ્ટર(Cluster) વિસ્તારોમાંથી આવી રહ્યા છે. 75 ટકા જેટલા કેસ ક્લસ્ટર વિસ્તાર(Clusre Area)માંથી મળી આવે છે. જેથી ક્લસ્ટર મેનેજમેન્ટ ખુબ અગત્યનું છે. ક્લસ્ટર વિસ્તારો માટે 669 ટીમો કાર્યરત છે. અને 1090 ટીમ અન્ય વિસ્તારો માટે છે. કુલ 1585 ટીમ કાર્યરત છે. પ્રાથમિક સારવાર પ્રાઈવેટ ક્લીનીકમાં આપવામાં આવી રહી છે. એ.આર.આઈ ના કેસમાં તે ખાસ જરૂરી છે.

મનપાએ એક જ દિવસમાં 1.29 લાખનો દંડ ફટકાર્યો
શહેરમાં જેમ જેમ કેસ વધી રહ્યા છે તે પ્રમાણે મનપા દ્વારા દંડની કાર્યવાહી પણ સખત કરવામાં આવી રહી છે. જેઓ માસ્ક નથી પહેરતા તેમજ સોશીયલ ડિસ્ટન્સીંગનું પાલન નથી કરતા તેઓને દંડ ફટકારવામાં આવી રહ્યા છે. અને દંડની કાર્યવાહી વધુ ને વધુ સખત કરવામાં આવી રહી છે તેમ મનપા કમિશનરે જણાવ્યું હતું. મંગળવારે એક જ દિવસમાં કુલ રૂા. 1,29,800 નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

શહેરમાં 20 મેડીકલ વાન (આરોગ્ય સંજીવની રથ) લોન્ચ કરાઈ
શહેરમાં દરેક લોકો સુધી દવા પહોંચે તે માટે કુલ 20 મેડીકલ વાન આજે લોન્ચ કરવામાં આવી છે. જેમાં ડોક્ટર, ફાર્માસીસ્ટ, એક એ.એન.એમ સ્ટાફ પણ છે. જે તમામ સુવિધાથી સજ્જ છે. જેમાં દવા અને અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. મનપા કમિશનરે જણાવ્યું હતું કે, મનપા તંત્ર, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આટલી સવલત આપે છે ત્યારે લોકો જે પણ તેઓને તકલીફ હોય તે આ મોબાઈલ વાનમાં પણ જણાવી શકે છે.
ક્મ્યુનીટીમાં લોકો જલદી જણાવતા નથી. દર્દી જ્યારે હોસ્પિટલમાં આવે છે ત્યારે પરિસ્થિતિ વધુ ગંભીર થઈ જાય છે. દરકાર લઈને લોકો પહેલાથી દવા લેવામાં આવે તો છેલ્લી ઘડીએ ઓક્સિજન, બાયપેપ પર નહી જવું પડે કારણ કે, ત્યારે પરિસ્થિતિ વધુ ગંભીર બની જાય છે. અને પ્રાથમિક સારવાર લોકો ઘરે પણ લઈ શકાય છે. અને લોકોને હોસ્પિટલમાં દાખલ નહી થવું પડે. મનપા કમિશનરે જણાવ્યું હતું કે, 94 થી ઓછું ઓક્સિજન સેચ્યુરેશન હશે તો ઘરે પણ દવા લઈ શકાશે.