પાલિકાના વોચ એન્ડ વોર્ડ વિભાગમાં પ્રોબેશન પિરિયડમાં ફરજ બજાવતાં જય બારોટ અડાજણ વિસ્તારમાં બુલેટ પર વગર હેલ્મેટે ફોન પર વાત રકતાં જતાં હતા તે ફોટો અતુલ કુંડાણી નામના એક વ્યક્તિ સોશ્યલ મિડિયામાં વાઈરલ કરીને પોલીસ કાયદાનો ભંગ કરે તેની સામે કેમ પગલાં ભરાતા નથી તેવી પોસ્ટ વાઈરલ કરી હતી. ત્યાર બાદ જય બારોટે અતુલનો ફોન નંબર શોધીને ગાળા ગાળી કરીને ફોટો મુકવા બદલ જીવન હરામ કરી નાંખવાની ધમકી આપી હતી.
આ ઉપરાંત તું પાટીદાર છે અને દરબારના ખભા પર ચઢી જાય છે. તેવું કહીને વર્ગ વિગ્રહ થાય તેવી વાત કરી હતી આટલું જ નહીં પરંતુ તારા ઘરમાં ઘુસીને તારૂ જીવન હરામ કરી દઈશ તેવી ધમકી આપી હતી. ત્યાર બાદ રેકર્ડીંગ કરતો હોય તો પણ મને કોઈ ફેર પડતો નથી તેવું કહ્યું હતું. જોકે, જેને ફોન પર ધમકી આપી હતી તે વ્યક્તિએ ફોન રેકર્ડિંગ કરીને મ્યુનિ.ના અધિકારીઓને ફરિયાદ કરી હતી. આ ક્લીપ સાથે કોર્પોરેટર વિજય પાનસુરીયાએ મ્યુનિ. ડે. કમિશ્નર, ડે. કમિશ્નર તથા ચીફ સિક્યુરીટી ઓફિસરને રજુઆત કરી હતી.
ફોન પર પોતાની જાતને બારોટ સાહેબ ગણનાવનાર કર્મચારી સામે રેલો આવતાં આજે સવારે પ્રોબેશલ પિરિયડમાં ફરજ બજાવનાર જય બારોટે એક વિડિયો શેર કરીને માફી માગી છે. જોકે, માફી માગનારા બારોટે પહેલા કહ્યું હતું, મારે લો બીપી છે એટલે બોલાઈ ગયું તરત જ કહે છે હાઈ બીપી છે એટલે ભુલમાં પાટીદાર સમાજ અને અતુલભાઈને ગાળો અપાઈ ગઈ હતી તેથી માફી માગું છું.
જોકે, આ ઘટના બાદ પાટીદાર અને દરબાર વચ્ચે વર્ગ વિગ્રહ થાય તેવી વાત કરી છે પ્રોબેશનલ પિરિયડમાં કોઈ કર્મચારી આટલી દાદાગીરી કરતો હોય તો કાયમી કર્મચારી થાય તો કેવી દાદાગીરી કરે તે પ્રશ્ન સાથે અધિકારીઓને રજુઆત કરીને આવા કર્મચારીઓને કાયમી ન કરવા માટેની માગણી પમ કરવામાં આવી છે.