સુરતમાં લગભગ 6 મહિના બાદ કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાની કરંજ અને પલસાણા સ્થિત ટેક્સટાઈલ પાર્કના ઉદ્ધાટન અને રિસાયકલીંગ અને ઝેડએમડી પ્લાન્ટનું ઉદ્ધાટન કરવા આવ્યા છે. આ સાથે તેઓ આમંત્રિત ઉદ્યોગકારો સાથે મુલાકાત કરશે. જેમાં ફોગવાના કારોબારીઓ દ્વારા આર-આર અને એ-ટફ યોજના હેઠળ કરવામાં આવેલી 6000 અરજીઓ પૈકી 900 કરોડનું ફંડ ક્યારે આપવામાં આવશે તે અંગે પૃષ્ટી કરશે.
મિડીયા સાથે ખુલીને વાત કરતા સ્મૃતિ ઈરાનીએ આજે એરપોર્ટ પર મૌન સેવ્યું હતું અને ચુપચાપ પોતાના કાર્યક્રમના સ્થળે પહોંચી ગયા હતા.