સોનગઢ ખાતે 70 માં પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી. આ યાત્રાનું વિશેષ આકર્ષણ 1107 ફૂટ લાંબો તિરંગો બની રહ્યો હતો. યાત્રામાં વિવિધ વેશભૂષા તેમજ ટેબલો પણ લોકોનું ધ્યાન ખેંચતા હતા. આ યાત્રામાં 1200 જેટલા શાળાના બાળકો જોડાયા હતા, તે સૌના ચહેરા પર એક અનોખો આનંદ અને ઉત્સાહ જણાતો હતો.
દોઢ કિલોમીટર લાંબી વિશાળ તિરંગા યાત્રાને ગુજરાત ની સૌથી મોટી તિરંગા યાત્રાનું બહુમાન મળ્યું છે. યાત્રાએ નગરમાં પ્રવેશતા લોકોએ ફૂલોની વર્ષા કરીને સ્વાગત કરતા સમગ્ર વાતાવરણ દેશ ભક્તિમય રંગે રંગાઇ ગયું હતું.