એસટી નિગમના કર્મચારીઓએ તેમની હડતાલને હવે અચોક્કસ મુદતમાં ફેરવી દીધી છે. હડતાળના કારણે સુરત એસટી ડેપો પર પણ હજારો મુસાફરો અટવાયા છે. કેટલાક મુસાફરોને જાણ ન હોવાના કારણે એસટી ડેપો પર બસની વાટ જોતા જોવા મળ્યા. સુરત એસટી ડેપો પરથી દરરોજ 527 થી વધુ બસો દોડે છે. જ્યાં દરરોજની આવક 45 થી 50 લાખ રૂપિયા છે. આથી વિભાગના કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળના પગલે એસટી વિભાગને પણ મોટુ નુકશાન. સાતમા પગાર પંચ સહિત પડતર માંગણીઓને લઈ કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે.
રાજ્યભરમાં એસટી કર્મચારીઓ અચોક્સ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. જેને કારણે હજારો મુસાફરો હાલાકીમાં મુકાયા છે. સીએમ રૂપાણીએ લોકોને હાલાકી ન પડે તે માટે હડતાલ સમેટી લેવા અપીલ કરી છે. પરંતુ કર્મચારીઓ પગાર વધારા સહિતની માગોને લઈને અડગ છે. ગઈકાલે રૂપાણીએ સાતમાં પગાર પંચનો વધારો ન આપવાના કારણે એસટીના કર્મચારીઓએ પોતાની એક દિવસની હડતાળને અચોક્કસ મુદ્દતની હડતાળમાં તબ્દિલ કરી દીધી છે.