ગુજરાત(Gujarat) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ(Higher Secondary Education) દ્વારા લેવાયેલી ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ઓનલાઈન પરિણામ સોમવારે જાહેર થયું હતું. જેમાં વલસાડ(Valsad) જિલ્લાનું 71.54 ટકા પરિણામ આવ્યું હતું. સૌથી વધુ 90.81 ટકા પરિણામ(Result) અંતરિયાળ કપરાડા તાલુકાનું આવ્યું હતું. જોકે સૌથી નોંધનીય અને વિચારવા જેવી બાબત એ છે કે જિલ્લામાં એકપણ વિદ્યાર્થી એ-1 ગ્રેડ મેળવવામાં સફળ થયો નથી. જિલ્લામાં સૌથી વધુ પરિણામ(Result) મેળવનાર કપરાડા કેન્દ્રમાં પણ એકપણ વિદ્યાર્થી એ-1 ગ્રેડ મેળવી શક્યો નથી. જિલ્લામાં શિક્ષણની કથળતી પરિસ્થિતિ સામે નવું આયોજન આવશ્યક બન્યું છે. કપરાડા કેન્દ્રમાં કુલ 283 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જે પેકી 257 પાસ અને 26 વિદ્યાર્થી નાપાસ થયા હતા. વલસાડ કેન્દ્રમાં કુલ 1013 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, તે પેકી 696 પાસ, 324 નાપાસ થયા હતા. જ્યારે કુલ 68.71 પરિણામ નોંધાયું હતું. કપરાડા – 90.81, વલસાડ – 68.71, અટાર – 60.64, ઉટડી – 57.87, ફણસવાડા – 70.79, વાપી – 73.72, સરીગામ – 70.38, નારગોલ – 71.62, ધરમપુર – 82.71, રોણવેલ – 69.03, પારડી – 62.68, નાનાપૌંઢા – 77.54
2550 વિદ્યાર્થી નાપાસ થયા
વલસાડ જિલ્લામાં 8839 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. એ પેકી એ-1ગ્રેડમાં 0, એ-2માં 57, બી-1માં 453, બી-2માં 1413, સી-1માં 2363, સી-2માં 1831, ડીમાં 204, ઇ-1માં 2 અને નાપાસ વિદ્યાર્થી 2550