રાજયમાં આપઘાતના બનાવોમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ફરી એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં સુરત શહેરમાં આવેલ અડાજણ વિસ્તારમાં ધારોણ 10ની એક વિદ્યાર્થિનીએ પેપર ખરાબ જતા ઘરમાં ફાંસા ખાધો હતો. આ બનાવને લઈ પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
સુરત શહેરમાં આવેલ અડાજણ વિસ્તારમાં આવેલ પારસ સોસાયટીમાં રહેતી ધોરણ 10ની એક વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પરિવારજનોમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે કે, સ્કુલમાં તેની પ્રિલિમરી પરિક્ષા ચાલતી હતી અને તેણીનું ગુજરાતીનું પેપર ખરાબ જતા તેને માનસિક તળાવમાં આવી આપઘાત કર્યુ હતું.