સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આજ રોજ કલેક્ટર કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું હતું, જેમાં તેમણે 4 ફેબ્રુઆરી 2019 ના રોજ સુરત બંધના એલાનને આપવામાં આવતા સમર્થનની વાતને નકારી હતી.
મળતી માહિતી પ્રમાણે છેલ્લા ઘણા સમયથી સોશિયલ મિડીયામાં એક મેસેજ વાયરલ થયો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે હિરા ઉદ્યોગમાં રત્ન કલાકારોનું શોષણ થઈ રહ્યું છે અને તેના વિરોધમાં 4 ફેબ્રુઆરી 2019 ના રોજ સુરત બંધનું ઓલાન કરવામાં આવ્યું છે. આ વાયરલ મેસેજ અંગે ડાયમંડ વર્કરના ગૃપે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આ સુરત બંધનના એલાનને ડાયમંડ વર્કર યુનિયનનું સમર્થન નથી.
જણાવી દઈએ કે ડાયમંડ વર્કર યુનિયન રત્ન કલાકારોને થતા અન્યાય બાબતે આંદોલન ચલાવીને રત્ન કલાકારોનું શોષણ અટકાવે છે. આજ રોજ તેમણે કલેક્ટર કચેરી ખાતે પોતાનું નિવેદન આપ્યું હતું. આ સાથે તેમમએ જણાવ્યું હતું કે રત્ન કલાકારોને થતા અન્યાય બાબતે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આંદોલન ચાલુ રહેશે ફમ આ બંધના એલાનને તેઓએ સમર્થન આપ્યું નથી.