સરકાર દ્વારા પોસ્કો કાયદામાં ફેરબદલ કરીને તેને વધુ સખત બનાવવામાં આવ્યો હોવા છતા દુષ્કર્મની શરમજનક ઘટનાઓ ઓછી થવાનું નામ નથી લઇ રહી. સુરતના પલસસાણાના તાતીથૈયામાં ફરીથી એક દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે આ ઘટનામાં એક 14 વર્ષની સગીરા ભોગ બની છે. સગીરા પર દુષ્કર્મ કરી તેને ગર્ભવતી બનાવવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પલસાણાના તાતીથૈયામાં દુષ્કર્મની શર્મનાક ઘટના ઘટી છે. આ ઘટનામાં 14 વર્ષની સગીરા પર યુવકે દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી છે. યુવકે અનેકવાર પોતાની ટેલરની દુકાનમાં લઇ જઇ સગીરા પર પાંચ મહિનાથી દુષ્કર્મ આચરતો હતો અને એવી ધમકી પણ આપતો હતો કે, જો તું આ અંગે કોઇને જાણ કરીશ તો તને જાનથી મારી નાંખીશ. જોકે, પરધર્મી યુવકના આચરેલા આ દુષ્કર્મનો ભાંડો પાંચ મહિના બાદ ફૂટી ગયો હતો.
ઘટનાની વિગત એવી છે કે, આ 14 વર્ષિય સગીરા પોતાના માતા-પિતા સાથે રહે છે અને થોડા દિવસો પહેલા સગગીરાનું પેટ ફૂલેલ જોઇ તેણીની માતાએ તેને તે અંગે પૂછ્યુ પણ હતું પરંતુ સગીરા યોગ્ય જવાબ આપી શકી ન હતી. પરંતુ બાદમાં તેણીના પિતાએ સગીરાને હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ જણાવ્યું હતું કે, તેમની 14 વર્ષની દીકરીને પાંચ મહિનાનો ગર્ભ છે. આ વાતની જાણકારી મળતા જ માતા-પિતા પર આભ તૂટી પડ્યું હતું.nઆ મામલામાં કડોદરા જી.આઇ.ડી.સી પોલીસે પરધર્મી બંન્ને ભાઇઓ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે