ગત વર્ષે સુરતમાં આવેલ તક્ષશિલા આર્કેડમાં ભયાનક આગમાં 22 માસુમ બાળકોના મોત થયા હતા જેમાં પોલીસે 13 લોકો સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. જો કે જે કલાસમાં આગ લાગી હતી તેનો માલિક અત્યાર સુધી ફરાર હતો, ત્યારે આ માલિક દિનેશ વેકરિયાને આજરોજ ક્રાઈમ બ્રાંચને મળેલ બાતમીના આધારે ધરપકડ કરી છે.
સુરતમાં આજથી નવ મહિના પહેલા સરથાણા વિસ્તારમાં આવેલ તક્ષીશલામાં સાંજે આગ લાગી હતી. જેમાં ત્રીજા માળે આવેલા ક્લાસીસમાં બાળકો ફસાઈ ગયા હતા, કેટલાક બાળકો પોતાનો જીવ બચવા માટે બિલ્ડિંગ પરથી કૂદી પડ્યા હતા, તો કેટલાક લોકો આ બિલ્ડિગમાં ફસાઈ જતા ગુંગળાઈ જતા મોત થયું હતું. આ ઘટનાથી માત્ર સુરત જ નહી પૂરા દેશમાં ભારે ચર્ચા ઉભી થઈ હતી. પોલીસે 22 બાળકોના મોતના પગલે ફરિયાદ નોંધી આ ઘટનાના જવાબદાર લોકો સામે ફીરીયાદના આધારે ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ફાયરના અધિકારી મનપાના અધિકારી સાથે કલાસીના સંચાલક અને બિલ્ડર સાથે જીઇબીના અધિકારી માંડીને 13 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, પણ આ ઘટનામાં ગેરકાયદેસર બાંધકામ કરીને કલાસીસને મિલકત ભાડે આપનાર દિનેશ વેકરીયા છેલ્લા નવ મહિનાથી પોલીસ પકડમાં નહી આવીને સતત ભાગતો ફરતો હતો.