સુરતના ભાટપોર ખાતેના બાવાજી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતી વખતે બેભાન થયેલા અડાજણના આધેડનું મોત નીપજ્યું હતું. હાર્ટએટેક આવતા મોત થયું હોવાનું તબીબે પ્રાથમિક અનુમાન વ્યક્ત કર્યું હતું.
મળતી માહિતી પ્રમાણે અડાજણ ગંગેશ્વર મહાદેવ મંદિરની પાછળ આવેલા આશિષ સંકુલ એપાર્ટમેન્ટમાં રહેતા 50 વર્ષીય દેવાંગરાજ પ્રકાશરાજ ભાઉ રિલાયન્સ કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા હતા. મૂળ અમદાવાદના વતની દેવાંગરાજને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેમનો પુત્ર તીર્થ ડિપ્લોમાં આઇઇટીનોજ્યારે પુત્રી માનસી નિરમા કોલેજમાં અભ્યાસ કરે છે.
બુધવારે દેવાંગરાજ ભાટપોર ખાતેના બાવાજી સોપ્રેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા ગયા હતા. તે સમયે આઠેક ઓવર રમ્યા બાદ તેઓ થ્રો ફેંકવા જતાં અચાનક બેભાન થઇ ગયા હતા. તેમને ગંભીર હાલતમાં હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હા. જ્યાં તેમને તબીબોએ મૃતજાહેર કર્યા હતા. અકાળે મોતના પગલે પરિવારજનો ઘેરા શોકમાં આવી ગયા છે.
હાર્ટએટેક આવતા મોત થયું હોવાનું તબીબોએ પ્રાથમિક તપાસમાં અનુમાન વ્યક્ત કર્યું હતું. જોકે, જરૂરી સેમ્પલ લઇ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા મળશે.