સુરતમાં આગામી 14 ફેબ્રુઆરીએ એક સાથે 8 મુમુક્ષુ દિક્ષા લેશે. કૈલાશનગર શ્વેતાબંર મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે પ્રથમવાર દિક્ષા દાનેશ્વરી આચાર્ય ગુણરત્નસુરીશ્વરજી મહારાજની નિશ્રામાં તા.14 ફેબ્રુઆરીએ ગુજરાત-રાજસ્થાન, મહારષ્ટ્ર અને દક્ષિણ ભારતના કુલ 8 મુમુક્ષુ દિક્ષા ગ્રહણ કરશે. આચાર્ય રશ્મીરત્ન સુરીજીએ જણાવ્યું હતું કે, દિક્ષા દાનેશ્વરીના હસ્તે 400મી દિક્ષાનો રેકોર્ડ થેયલો છે. જેની નોંધ ઇન્ડિયા બુક રેકોર્ડ, એશિયા બુક રેકોર્ડ અને ગુજરાત બુક રેકોર્ડની ટીમે લીધે છે.
1. મુમુક્ષુ ધ્રુવી કુમારી કોઠારી

2.મુમુક્ષુ ખુશી ઉ.વ 17 કર્ણાટક

3. મુમુક્ષુ મહેક ઉ.વ 14 મુંબઇ

4.મુમુક્ષુ મિંજલ શાહ ઉ.વ. 27 ભાવનગર

5. મુમુક્ષુ પૂજા કિરિટભાઇ ઉ.વ.20 સુરત

6. મુમુક્ષુ પૂજા સુરેશભાઇ ઉ.વ.22 ડીસા

7. મુમુક્ષુ સ્નેહી કોઠારી ઉ.વ. 17, સુરત

8.મુમુક્ષુ સ્વિટી જ્યંતિભાઇ ઉ.વ.23 રાજસ્થાન