સુરતના પાંડેસરા વિસ્તારમાં 9 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ થયો છે. આવું કૃત્યુ અન્ય કોઈ નહીં પરંતુ બાળકીના પાડોશીએ જ કર્યું છે. પાડોશી યુવકે બાળકીને વસ્તુ આપવાના બહાને પોતાના ઘરમાં બોલાવી હતી અને દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે બાળકીએ બુમાબુમ કરતાં આોપી યુવક ત્યાંથી ભાગી ગયો હતો. આ મામલે પરિવારજનોએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતાં આરોપી વિરુદ્ધ પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ માટે પ્રયાસો હાથ ધર્યા છે.
ઉલ્લેખનીય છે કે, એક તરફ દેશમાં બેટી બચાવો,બેટી પઢાવોના અભિયાન ચાલે છે ત્યારે આવી પ્રકારની ઘટનાઓ સામે સરકાર આકરા પગલાં લઇને કડક કાયદા બનાવે તેવી પણ લોકમાંગ ઉઠવા પામેલ છે.