સુરતના જાણીતા ચૌટા બજારમાં મહિલાઓ માટેની કોસ્મેટીક ચીજ વસ્તુઓની ખૂબ મોટુ માર્કેટ છે. જે વીડીયો વાઇરલ થયો છે તે વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે મહિલાઓ કોસ્મેટિક ખરીદીને જતી રહે છે. ચૌટા બજાર, ભાગા તળાવના ઘણા લેડીઝ કોસ્મેટિક આઈટમનો ધંધો કરતી દુકાનો આગળથી બંધ અને અંદર વેચાણ ચાલુ હોય તેવું જોવા મળી રહ્યું છે. જેમાં મુખ્યત્વે જાણીતી દુકાન NR COLLECTION, JALARAM IMMITATION વગેરે મોટી દુકાનો પણ ચાલુ હોવાનું ચર્ચાય રહ્યું છે.ચૌટા બજારમાં પણ મહિલાઓની અવરજવર જોવા મળે છે તેના પરથી જ અંદાજ લગાવી શકાય છે કે કેટલીક દુકાનોમાં છૂપી રીતે પણ વેપાર કરવામાં આવી રહ્યો છે. સામાન્ય દિવસોમાં ચૌટા બજારમાં હજારોની સંખ્યામાં ખરીદારો આવતા હોય છે. તે ખૂબ જ ગીચ અને સાંકડો હોવાથી ત્યાં સંક્રમણ ફેલાવાનો ભય સૌથી વધુ રહે છે. તેથી વહીવટી તંત્ર દ્વારા સૌપ્રથમ ચોટા બજાર બંધ કરવાની શરૂઆત કરી હતી. છુપી રીતે વેપાર કરતા હોવાનું પણ જણાઇ આવતું હોય છે. મોડી રાતે પણ કેટલીક એવી રેસ્ટોરન્ટ છે કે જ્યાંથી પાર્સલનું વેચાણ છુપી રીતે ચલાવવામાં આવી રહ્યું છે. રમજાન માસ દરમિયાન કેટલાક બજારોમાં રાત્રિના સમયે વધુ ભીડ હોવાથી કોર્પોરેશન દ્વારા આખરે અઘોષિત લોકડાઉન કરીને તમામ અવરજવર ઉપર સદંતર રોક લગાવી દેવાનો પ્રયાસ કર્યો છે.
